Monday, 27 April 2020

4.Sachchai Savarkarkee (26 April 2020)

4. Sachchai Savarkarnee સચ્ચાઈ સાવરકરની. મણકો-૪ (૨૬ એપ્રિલ ૨૦૨૦)
ભારતીય ઈતિહાસનાં વિરાટ વ્યક્તિત્વોની રોજેરોજ તથ્યસભર નોખી વાતોની વધુ ને વધુ શ્રેણીઓ સાથે જોડાયેલા રહેવા માટે આપ તાકીદે અમારી યુટ્યૂબ ચેનલ Dr.Hari Desai subscribe કરો.
આજના મણકામાં નીચેના મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે:
(૧) આંદામાનથી છૂટ્યા પછી સાવરકરમાં આવેલાં પરિવર્તન. ૧૯૪૦માં અલગ મુસ્લિમ રાષ્ટ્ર (પાકિસ્તાન) માટેનો ઠરાવ કરનાર મહંમદઅલી ઝીણાના મુસ્લિમ લીગ સાથે હિંદુ મહાસભાએ સંયુક્ત પ્રાંતિક સરકારો રચી. મૂળે કોંગ્રેસના ટોચના નેતાઓ ડૉ.બી.એસ.મુંજે અને ડૉ.બી.એન.ખરે હિંદુ મહાસભામાં જોડાયા અને તેના અધ્યક્ષ પણ બન્યા. હિંદુ મહાસભાના કેટલાક નેતા તો વાઇસરોયની સરકાર (એક્ઝિક્યુટિવ કાઉન્સિલ)માં સભ્ય તરીકે એટલે કે મંત્રી તરીકે પણ જોડાયા હતા.
(૨) સાવરકરના અભ્યાસ માટે એમણે લખેલાં અનેક પુસ્તકો ઉપરાંત “સાવરકર સમગ્ર”ના હિંદીમાં અને અંગ્રેજીમાં ખંડ-સંપુટ તેમ જ વૈભવ પુરંદરે, વિક્રમ સંપત અને પ્રા.સમશુલ ઇસ્લામનાં દસ્તાવેજ આધારિત પુસ્તકો થકી તુલનાત્મક અભ્યાસ થઇ શકે.
(૩) વર્ણવ્યવસ્થાના વિરોધી સાવરકર સમયાંતરે બ્રિટિશ શાસકોને અનુકૂળ વર્ત્યા, જયારે નેતાજી સુભાષચંદ્ર બોઝ કાયમ બ્રિટિશ શાસકો વિરુદ્ધ ઝઝૂમતા રહ્યા.
(૪) સાવરકરને લંડન મોકલવા માટે રેફરન્સ આપનાર લોકમાન્ય ટિળક હિંસાના સમર્થક નહોતા.ચાફેકર બંધુઓ માટે એમને સહાનુભૂતિ હતી. “સરકારચે ડોકે ઠીકાણેવર આહેત કા?” જેવા આક્રમક તંત્રીલેખ લખીને રાજદ્રોહના ખટલા અને જેલવાસ વહોરનારા લોકમાન્યને તર્કતીર્થ લક્ષ્મણશાસ્ત્રી જોશી “ગાંધીવાદના પહેલા અનુયાયી” ગણાવે છે.
(૫) સાવરકરને ભારતીય બંધારણ અને રાષ્ટ્રધ્વજ ત્રિરંગો સ્વીકાર્ય નહોતો.
(૬) સાવરકરને માટે તેમને સશસ્ત્રક્રાંતિની દીક્ષા આપનારા ત્રણ મહાનુભાવોમાં ત્રણેય ગુજરાતી હતાં: શ્યામજી કૃષ્ણવર્મા, મેડમ કામા અને બેરિસ્ટર સરદારસિંહ રાણા. એમના આદર્શોમાં હિટલર, મુસોલિની અને મેઝિની હતા.
(૭) સાવરકર બૌદ્ધ ધર્મના અનુયાયીઓને “ભારતદ્રોહી” અને ડૉ.બાબાસાહેબ આંબેડકરને “હિંદુદ્વેષી” લેખાવતા હતા.

No comments:

Post a Comment