Wednesday 25 July 2018

CMs on Dharanas, Fasts and shading (Crocodile) Tears


Dr. Hari Desai’s weekly column in Gujarat Samachar (London), Sanj Samachar (Rajkot), Gujarat Guardian (Surat), Sardar Gurjari (Anand), Hamlog (Patan) and Gandhinagar Samachar (Gandhinagar). You may read the full text here and comment.

મુખ્ય પ્રધાનોનાં ધરણાં-અનશનથી જાહેર રૂદન લગી : ડૉ. હરિ દેસાઈ
·         કર્ણાટકના જેડી(યુ) નેતા કુમારસ્વામીએ વ્યથા ઠાલવીને ફેરવી તોળવામાં જ સ્વનું શ્રેય લેખ્યું
·         નાયબ મુખ્યમંત્રી પરમેશ્વરે “હરખનાં આંસુ” કહી સરકારનાં પાંચ વર્ષની ભવિષ્યવાણી કરી
·         મુખ્યમંત્રી મોદીએ ઉપવાસ થકી  કેન્દ્રને  કરેલી માંગણીઓ વડાપ્રધાન મોદી કને ઊભી જ છે
·         હાર્દિક પટેલની તુક્કાવાણી છતાં રૂપાણી પોતાને સૌથી સુરક્ષિત મુખ્યપ્રધાન ગણાવી શકે છે
કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામી જાહેર સમારંભમાં ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા. ભારતીય રાજનીતિક મંચ હવે નાટ્યમંચમાં પરિવર્તિત થઈ રહ્યાની અનુભૂતિ થઈ રહી છેઃ હમણાં સર્વોચ્ચ અદાલતે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને બંધારણેલી બક્ષેલી સત્તાનો ઉપયોગ કરવા દેવામાં કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત નાયબ રાજ્યપાલ (લૅફ્ટનન્ટ ગવર્નર) અવરોધ સર્જે નહીં એવો ચુકાદો આપ્યો એટલે હાશકારો અનુભવાયો હતો.જોકે, દેશની સૌથી ઊંચી અદાલતની બંધારણીય ખંડપીઠના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા સહિતના પાંચ ન્યાયાધીશોના ચુકાદાને પણ માનવાનો જાણે કે ઈનકાર કરી દેવાયો. છાસવારે ધરણાં અને અનશન પર બેસતા કેજરીવાલે ફરી આ જ માર્ગે ચાલવું પડે એવા સંજોગો છે. કુમારસ્વામીને મુખ્ય પ્રધાન રહેવામાં આનંદ નથી તો રાજીનામું આપી દેતાં કોણ આડા હાથ દે છે? જોકે એમણે પાછળથી ફેરવી તોળીને મિત્રપક્ષ કૉંગ્રેસને દોષમુક્ત જાહેર કર્યો. કૉંગ્રેસી નેતા અને નાયબ મુખ્યમંત્રી જી.પરમેશ્વરે તો કુમારસ્વામીનાં આંસુને હરખનાં આંસુ લેખાવીને કહ્યું કે અમે બંને પક્ષો ગમે તે ભોગે પાંચ વર્ષ સંયુક્ત સરકાર ચલાવીશું,કારણ એ અમારી જવાબદારી છે. કેજરીવાલ તો એકલવીર બનીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સામે જંગે ચડેલા છે. કુમારસ્વામીને બબ્બેવાર કોણે ફરજ પાડી હતી કે કૉંગ્રેસના ટેકે મુખ્ય પ્રધાન બનો? વડા પ્રધાન રહેલા પિતા એચ. ડી. દેવેગોવડાના રાજકીય વારસનાં આંસુ મગરનાં આંસુથી અલગ લાગતાં નથી.

ઑક્ટોબરમાં ભાજપની સરકાર

કુમારસ્વામીની પાર્ટીના ધારાસભ્યો અને ટેકેદાર કૉંગ્રેસના ધારાસભ્યો ભાજપની સરકાર રચવાની વેતરણમાં છે. જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના દેશભરના ઝંઝાવાતી પ્રવાસો વિપક્ષોનાં ગાત્રો ધ્રુજાવે છે. વિપક્ષી એકતા થકી મોદીના સ્ટીમરોલરને ખાળવાની વાત તો દૂર રહી, મુખ્ય પ્રધાન જાહેરમાં રડે છે અને કહે છે કે પોતે મુખ્ય પ્રધાન તરીકે ખુશ નથી. પોતાને શિવજી સાથે સરખાવીને હળાહળ પીવાની સ્થિતિએ પહોંચ્યાનું નિવેદન કરે ત્યારે એ સહાનુભૂતિ મેળવવાનો પ્રપંચ કરતા વધુ લાગે છે. એમને સમજાઈ ગયું છે કે આવતા ઑક્ટોબર સુધીમાં બૅંગલૂરુમાં ભાજપના વડપણવાળી સરકાર રચાશે એટલે ત્રાગાં શરૂ કર્યાં છે. લોકસભામાં અવિશ્વાસની દરખાસ્તનો રકાસ કરીને મોકળા થયેલા મોદી-શાહની જોડી હવે રાજકીય શિકારે નીકળશે અને સૌથી પહેલો શિકાર કર્ણાટક સરકારનો કરીને વેરની વસુલાત કરવા એ આતુર છે.કુમારસ્વામી અગાઉ ભાજપ સાથે ઘર માંડી ચુકેલા છે. ખટરાગ વહોરી ચૂક્યા છે. વિધાનસભાની છેલ્લી ચૂંટણીનાં પરિણામો ત્રિશંકુ વિધાનસભા રચવા જેવાં આવતાં સૌથી મોટા પક્ષને સરકાર રચવા નિમંત્રણ આપીને રાજ્યપાલ વજુભાઈ વાળાએ મોસાળમાં મા પીરસનારીની ઉક્તિને સાર્થક તો કરી, પણ ભાજપના વરરાજા યેડિયુરપ્પાએ માયરામાંથી જ જાન પાછી વાળવી પડે એમ વિશ્વાસનો મત મેળવ્યો નહીં, અને કુમારસ્વામી હરખભેર મુખ્ય પ્રધાન બન્યા, વિશ્વાસનો મત જીત્યા.
રાહુલમાં વડાપ્રધાનનાં દર્શન
કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીને અત્યારે તો કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીમાં વડાપ્રધાનના પ્રથમ ક્રમના ઉમેદવારનાં દર્શન થાય છે.સાથે છે ત્યાં લગી તો રૂડું રૂપાળું અનુભવાય એ સ્વાભાવિક છે.આવતીકાલોમાં કેવાં ચિત્ર ઉપસે એને આધારે જ કાલની વાત થાય.અગાઉ ભાજપ અને કૉંગ્રેસ બંને સાથે જોડાણ કરવાના કટુ-મધુ અનુભવમાંથી પસાર થઇ ચૂકેલા કુમારસ્વામી પોતાના ૯૨ વર્ષીય પિતા દેવેગોવડા ફરીને વડાપ્રધાન થવા ઉત્સુક નહીં હોવાનું સ્પષ્ટ કરે છે.મલયેશિયામાં ૯૨ના મહમ્મદ મહાતીર ૯૨ વર્ષે ફરી વડાપ્રધાન થઇ શકતા હોય તો અત્યારે સ્વસ્થ જણાતા લોકસભાના સાંસદ દેવેગોવડા ભવિષ્યમાં વડાપ્રધાનપદ માટેની સ્પર્ધામાં ઊતરી પણ શકે.કર્ણાટકની લોકસભાની કુલ ૨૮ બેઠકોમાંથી ૨૦ થી ૨૫ બેઠકો જેડી(એસ)-કૉંગ્રેસ યુતિને મળે એવી રાજ્યના મુખ્યમંત્રીની ગણતરી છે.ગઈ લોકસભાની ચૂંટણીમાં તો ભાજપને ૧૭ બેઠકો મળી હતી અને આ વખતે એ પણ ખૂબ આક્રમકતા સાથે ચૂંટણીમાં ઝૂકાવશે. 

મુખ્ય પ્રધાન મોદીના ઉપવાસ

વર્તમાન વડા પ્રધાન મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના જાહેર કરવાની માગણી સાથે જીએમડીસી ગ્રાઉન્ડ પર પંચતારક ઉપવાસ પર બેઠા હતા. કેન્દ્રમાં એ વેળા કોંગ્રેસના વડપણવાળી ડૉ. મનમોહન સિંહની સરકાર હતી. આજે સ્વયં મોદીના વડપણવાળી કેન્દ્ર સરકારને ચાર વર્ષ વીત્યા છતાં ના તો નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના જાહેર કરાઈ છે કે ના એમણે મુખ્ય પ્રધાન તરીકે કેન્દ્ર સમક્ષ કરેલી પશ્ચિમ રેલવેનું વડું મથક મુંબઈથી અમદાવાદ લાવવા, સોલ્ટ કમિશનરની કચેરી જયપુરથી ગુજરાત ખસેડવાની કે અમદાવાદને કર્ણાવતી નામ આપવાની માગણી પોતે સંતોષી શક્યા છે. પ્રત્યેક જિલ્લે જિલ્લે નરેન્દ્રભાઈએ સદભાવના  ઉપવાસ કરીને હજારો કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓ જાહેર કરી હતી. એમનો અમલ પણ રખડી પડ્યો છે.

સૌથી રાજી મુખ્યપ્રધાન રૂપાણી

ભલે પાટીદાર અનામત આંદોલનના યુવાનેતા હાર્દિક પટેલે દસ દિવસમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના રાજીનામાની વાત કરી હોય, એ મુદ્દત વીતી ગયા પછી પણ વિજયભાઈ પોતાના હોદ્દે અકબંધ છે. ગૉડફાધર દિલ્હીમાં હોય પછી ગાદી પરથી ઉથલાવવા કે બદલવાની હિંમત કોણ કરી શકે, એ વિજયભાઈને બરાબર સમજાય છે. જોકે, ગૉડફાધર મોદી વડા પ્રધાન હોવા છતાં આનંદીબહેન મુખ્ય પ્રધાન મટી ગયાનું ઉદાહરણ સામે છે જ. હવે ભાજપના અધ્યક્ષ અમિત શાહની છાવણીના રૂપાણીને કોઈ હલાવી શકે એમ નથી લાગતું એટલે જ્યારે કર્ણાટકના જનતા દળ (સૅક્યુલર)ના મુખ્યપ્રધાન કુમારસ્વામી રડવા બેઠા છે ત્યારે રૂપાણી પડકાર ફેંકે છેઃ હું સીએમ હતો અને ભવિષ્યમાં પણ હું જ રહીશ.રૂપાણી અમરપટ્ટો લખાવીને આવ્યા લાગે છે. જોકે અણીચૂક્યો સો વર્ષ જીવે એ કહેવતે હાલપૂરતું તો રૂપાણીને હરખપદુડા બનાવી દીધા છે.

લોકસભાની ચૂંટણીના મોરચા

માથે લોકસભાની ચૂંટણી છે એટલે ઘણીબધી આસમાની-સુલતાની થવાનાં એંધાણ મળી જ રહ્યાં છે. વાત પછી ગુજરાતની હોય કે કર્ણાટકની કે પછી પશ્ચિમ બંગાળની હોય. જ્યારે મોદી-શાહની જાદુઈ જોડી થકી વિવિધ રાજ્યોમાં કોંગ્રેસના અધ્યક્ષોને પણ ભાજપમાં ભેળવીને પ્રધાનપદાં ભેગા કરાયા હોય, પછી આવતી લોકસભાની ચૂંટણી પહેલાં સત્તામોરચા અને વિપક્ષી મોરચાના ઘાટ કેવા ઘડાશે એ કહેવું જરા કઠિન છે. ફરીને મોદી સરકાર રચાય એવી ગણતરીએ રૂઠેલા સાથીપક્ષો પણ શાહની મુલાકાતો થકી ટાઢા પડવા માંડ્યા છે. હજુ શરદ પવારના વડપણ હેઠળ સંયુક્ત વિપક્ષી મોરચો બને તો મોદી સામે પડકાર ઊભો થાય, પણ પેલી વિપક્ષી નેતાઓની કૌભાંડલીલાની ફાઈલો વચ્ચે કળા કરીને ચિત્ર બદલી શકે.

નાટકવેડા છોડો, શાસનવેડા આદરો

છેલ્લા ચાર વર્ષથી સતત ચૂંટણીલક્ષી કવાયતોની જ જાણે દેશભરમાં બોલબાલા છે. આક્રમક રીતે પ્રચારમાં વડા પ્રધાન મોદી વિરોધીઓને મહાત આપી રહ્યા છે. મોટા ભાગનાં રાજ્યોમાં ભાજપ તથા મિત્ર પક્ષોની સરકાર બની ચુકી છે. બાકી રહેલાં રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાવવા માટે ઍસ્કોર્ટ તરીકે શાહની મુલાકાતોને પગલે વડા પ્રધાન મોદીની મુલાકાતો જનમાનસને બદલી રહી છે. શાસનની નક્કરતા કેટલી અને નાટકીય માહોલ કેટલો એ સમજવાનું અઘરું પડે છે. આવા સંજોગોમાં એકસાથે ચૂંટણીઓ યોજવાની ફૉર્મ્યુલા લઈને મોદી-સેના આગળ વધી રહી છે.વડા પ્રધાન મોદી અંતે તો શ્રીમતી ઈંદિરા ગાંધીના માર્ગે આગળ વધીને વડા પ્રધાનની શાસન વ્યવસ્થાને અમેરિકાની જેમ રાષ્ટ્રપતિને સર્વસત્તા બક્ષતી વહીવટી વ્યવસ્થા લાવવા ઉત્સુક છે. જોકે, એ માટે તેમણે બે-તૃતીયાંશ બેઠકો જીતીને બંધારણમાં સુધારો કરવો અનિવાર્ય છે.આગામી લોકસભાની ચૂંટણી જીતવા પૂર્વે એમણે રાજસ્થાન,મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ફરીને જીતવાની વૈતરણી પાર કરવાની છે. એ મિશનમાં સફળ રહ્યા તો ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી કરવા અને સૌને મકાન ફાળવવાની કરેલી જાહેરાતો અમલી બને એની અપેક્ષા કરીએ.રખેને કોઈ નવી મુદત સાથે આગામી ચૂંટણી આવી પડે.
ઈ-મેઈલ : haridesai@gmail.com



Thursday 19 July 2018

The Last Nizam who was nominated the Caliph


The Last Nizam who was nominated the Caliph
  • ·         Mir  Osman Ali refused to buy a blanket but gave Rs. one lakh to BHU
  • ·         Mukarram used to pay Rs. 25,ooo to barber every month for haircut !

  • Dr. Hari Desai

Unless you have the holistic picture of any ruler, you are bound to do injustice to one. Normally, the image of the His Exalted Highness Mir Osman Ali Khan (6 April 1886-24 February 1967), Asaf Jah VII of Hyderabad has been a Miser and a Villian who wanted to have an independent Hyderabad State after the British were to leave India. Thanks to Sardar Patel’s Operation Polo, the police–cum-army action in September 1948, the Nizam’s Hyderabad merged with India. The Nizam VII was one of the richest persons  in the world but he  would borrow cigarettes even from his guests and was a known miserly bargainer when it comes to buy even a blanket worth Rs. 35. Sir Tej Bahadur Sapru, his legal advisor reminisces how once the Nizam offered him a cigarette and when he accepted it, the Nizam politely took it back, clipped it into two with a clipper he had in his pocket and offered one half to the guest !
In “Hyderabad: 400 Years (1591-1991)”, Raza Alikhan records an interesting contradiction about the Nizam VII’s temperament: “During the winter of 1939,the Nizam ordered his ADC to buy a blanket  for him making it clear that the  price should in no case exceed Rs.25/-. His ADC went to the market and returned and told him that no blanket was available for less than Rs.35/-. The Nizam turned round to the ADC and said that he would manage the winter somehow with his old blanket. Two hours after this incident, there was a personal letter to the Nizam from the Maharaja of Bikaner for donation to the Benaras Hindu University. The Nizam issued a farman granting Rs. one lakh for the university.” The same Nizam donated Rs. one lakh to the Andhra University, Rs. 82,825  to the Yadgarpally temple at Bhongir, Rs.50,000 to Sitarambaug temple, Rs.  29,999 to Bhadrachalam temple and Rs. 8,000 to Balaji temple at Tirupati! When India was at war with Pakistan, the Nizam’s donation of 5,000 kg of gold to the National Defence Fund in 1965 was the biggest ever contribution by any individual or organization in India and remains unsurpassed till today.
Like Maharaja Sayajirao Gaekwad III, the ruler of Baroda State and Sir Sultan Muhammed Shah, Aga Khan III,  one of the founders and the first President of All India Muslim League,  the Nizam VII declared his grandson, Prince Mukarram Jah ( Mir Barkat Ali Khan) as his successor, the Nizam VIII. After the death of the Nizam VII in 1967, Mukarram Jah’s coronation as the Nizam VIII was held at Chowmahalla palace in Hyderabad. The Nizam VII did not consider Prince Mukarram’s father, Prince Azam Jah, his worthy successor. The Nizam VIII was born to his Indian father Prince Azam Jah and Turkish mother Princess Durrushehvar on 6 October 1934 in France. The marriage of Azam and Durrushehvar in 1931 brought together the two most important Muslim dynasties of the time- the Nizam of Hyderabad and the Ottomans of Turkey. Mukarram Jah was not only the natural heir of this great alliance, but was also nominated to be the next Caliph of Islam.
The Nizam VIII  now lives in Turkey as a virtual recluse, his address known only to a handful of people, according to his biographer John Zubrzycki.  In “The Last Nizam”, he records, “Having left Australia in 1996 never to return, he indulges in his passion for exploring Roman ruins in complete anonymity.” He was married to Princess Esra and she divorced Mukarram Jah in 1979, but was her former husband’s power of attorney and funded the restoration of Chowmahalla palace in Hyderabad. Mukarram’s biographer Zubrzycki  writes, “In an out of court settlement in June 2002, Jah agreed to distribute his share, which had swelled to Rs. 1.13 billion (45 million US $), among his immediate family, 476 legal heirs of the Seventh Nizam and 1945 descendants of the Sixth. Under the settlement, Jah received Rs. 540 million (22 million US $).”
Unlike his grandfather, Mukarram Jah, the Nizam VIII, has the image of  a generous person. He was educated at the Doon School, Harrow, Peterhouse, Cambridge, the London School of Economics and Sandhurst. Shahid Husain Zuberi who worked and travelled with Mukarram Jah in various capacities for 20 years (1969-1989) has lifted the veil of mysteries surrounding the titular Nizam of Hyderabad in his book “Awraq-e-Maazi”. Zuberi says, “It is an account of the man highlighting the human element. There are two facets-either you believe in something or you know something. I have worked with him closely and have written knowing things.”
Jah used to get his hair trimmed by a barber, Raja Ram, every month at Chiran Palace. Once, after getting done with his hair cut, he told his factotum to pay the barber Rs.25,000 ! When the assistant raised his eyebrows in surprise, Jah said he had given his word to Raja Ram. “While shaving the barber paused with the razor on my jugular vein and expressed his need for Rs.25,000. I readily agreed as at that moment I couldn’t have done anything else,” Jah said, breaking into uncontrolled laughter. Zuberi has written scores of such little-known incidents about Mukarram Jah. He says, “I have not tried to portray Jah as a successful or unsuccessful person. He was my hero and is my hero.”
Mir Barkat Ali Khan Mukarram Jah Bahadur was the titular Nizam of Hyderabad from 6 April 1967, to 28 December 1971. He may have lost the title after abolition of the Privy Purse in 1971, but a large number of people in Hyderabad still hold him as the titular Nizam. But for abolition of the Islamic Caliphate after the Turkey revolution in 1924, Mukarram Jah would have been the spiritual head of 1.6 billion Muslims around the world. His maternal grandfather, Caliph Abdul Majeed II, spiritual and temporal head of the Muslim world and ruler of the Ottoman Empire, in his will named that in case of revival of the Islamic Caliphate, Mukarram Jah would be his successor. The Caliph was also the caretaker of the shrines in Mecca, Medina and Jerusalem, the three most sacred places of Islam. Mukarram Jah,83, now lives in Turkey. What people generally know  about him is on the basis of hearsay. The biggest problem is people’s comparison of Jah with his grandfather. The later was a king and he did not have to pay any estate duty, wealth tax, income tax or municipal tax. But after his demise, Jah ended up with many liabilities and was asked to pay several taxes for properties he inherited.

Wednesday 18 July 2018

The Exercise to checkmate each other before the Lok Sabha election


Dr. Hari Desai’s weekly column in Gujarat Samachar (London), Gujarat Guardian (Surat), Sardar Gurjari (Anand), Sanja Samachar ( Rajkot), Hamlog (Patan) and Gandhinagar Samachar (Gandhinagar). You may read the full text here and comment.

લોકસભાચૂંટણીના પતંગ ચગાવવા અને કાપવાની શરૂઆત : ડૉ.હરિ દેસાઈ
·         ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ૨૬ બેઠકો મેળવવા અને વિપક્ષને તોડવાના અખતરા કરશે
·          કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પક્ષના સખળડખળ માળખાને મજબૂત કરવા ગુજરાતના ફેરા મારશે
·         વિધાનસભાની ચૂંટણીની જેમ જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતમુલાકાતો હવે વધતી જ રહેવાની
·         યુવાત્રિપુટી  “રાજકીય સ્ટંટ” તરીકે પણ આંદોલન કરીને ભાજપ માટે નવી મૂંઝવણો ઊભી કરતી રહેશે

ભારતીય જનતા પક્ષમાં જ્યારથી નરેન્દ્ર મોદીના યુગનો ઉદય થયો છે ત્યારથી પ્રત્યેક દિવસ અને પ્રત્યેક સરકારી કાર્યક્રમ ચૂંટણીલક્ષી બની ગયાની અનુભૂતિ થયા કરે છે.લોકસભાની ચૂંટણી આડે હજુ ઘણા મહિના બાકી હોવા છતાં સતત ચૂંટણીનો જ માહોલ રચવામાં આવી રહ્યો છે. હજુ ડિસેમ્બર ૨૦૧૭માં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગઈ હોવા છતાં પૂર્ણ કક્ષાનું પ્રધાનમંડળ રચાયું નથી. આવતા દિવસોમાં ખાલી રહેલી ૬ પ્રધાનોની જગ્યાઓ ભરાશે કે સીધી જ લોકસભાની ચૂંટણી આવી પડશે, એ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જ કહી શકે. રાજકીય જ્યોતિષીઓને ખોટા પાડવા માટેની વ્યૂહરચના સાથે જ મોદી-શાહની જોડી કાર્યરત છે.શાહનો જુલાઈ ૨૦૧૮ના બીજા સપ્તાહનો ગુજરાતનો કાર્યક્રમ “અનુ-બાવળિયા કવાયત” યોજવા ઉપરાંત પક્ષના નારાજ નેતાઓના “રાજીપા” માટે અપેક્ષિત હતો. લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રચારકોની બેઠક સોમનાથમાં યોજવાનું નિમિત્ત પણ ઊભું થયું છે.ગયા વર્ષે એ બેઠક જમ્મૂમાં યોજાઈ હતી.
બાવળિયાનું સાટું વાળવા કલસરિયા  
શાહના  ગુજરાત પ્રવાસ પછી કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી થકી હજુ પણ વાડ કે વંડી  ઠેકી જવા આતુર અસંતુષ્ટોને મનાવવા કે “વિદાયમાન” આપીને ભાજપ કે અન્ય પક્ષમાંથી કેટલાકને પોતાના વાડામાં વાળવાના પરિશ્રમ કાજે ગુજરાત આવવાનું આયોજન થયું. એ થોડું શુકનિયાળ પણ ગણાય.ભાજપના ધારાસભ્ય રહેલા મહુવાના સેવાભાવી આહીર અગ્રણી ડૉ.કનુભાઈ કલસરિયા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પાર્ટી “આપ”માંથી ધારાસભા ચૂંટણી સમયથી કૉંગ્રેસમાં આવું આવું થઇ રહ્યા હતા,પણ એ વેળાના પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ એમણે ટાળ્યા હતા. હવે  પ્રદેશ કૉંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે એમને દિલ્હીમાં રાહુલ ગાંધીની મુલાકાત કરાવીને કૉંગ્રેસમાં ભેળવી જ દીધા.ભાજપે કૉંગ્રેસના કુંવરજી બાવળિયાને પોતીકા સીધા મંત્રી બનાવી દીધા. એનું સાટું વાળવાના ઈરાદે કૉંગ્રેસે ડૉ.કનુભાઈને પોતાની છાવણીમાં સામેલ કરીને અમરેલીથી લોકસભાની ચૂંટણી લડાવવાનો મનસૂબો વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે.બાવળિયા હોય કે કલસરિયા, બંને સરળ વ્યક્તિત્વો છે એટલે આજના આક્રમક રાજકારણના યુગમાં એમનું કેટલું વજન રહેશે, એ કહેવું મુશ્કેલ છે. ડિસેમ્બર ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી ટાણે મંદિર-મંદિર દ્વારેદ્વારે ફરી વળેલા રાહુલ આ વખતે ૧૬ જુલાઇથી ગુજરાતનો પ્રવાસ ખેડે ત્યારે બાપા સીતારામના બગદાણા સ્થાનકે જવા ઉપરાંત મહુવામાં મોરારિબાપુ સાથે મુલાકાત કરે એવું ગોઠવાયું છે.
 વડાપ્રધાન મોદી છવાયેલા રહેશે
રાહુલબાબા આવે એટલે એમની અસર-નાબૂદીના ભાગરૂપે વડા પ્રધાન મોદી તો આવે જ આવે.આગામી ૨૦ જુલાઈએ એક જ દિવસમાં મોદી જૂનાગઢ,વલસાડ અને ગાંધીનગરનો ઝંઝાવાતી પ્રવાસ ખેડીને અમુક પ્રકલ્પોની શરૂઆત અને અમુકનાં લોકાર્પણ કરવાનું પસંદ કરી છવાયેલા રહેશે. હવે તો ચૂંટણીનો માહોલ રચાઈ ચૂક્યો છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમ  વિધાનસભાની ચૂંટણી સાથે જ લોકસભાની ચૂંટણી યોજવાનાં ગણિત મંડાઈ રહ્યાં છે.કારણ બહુ સ્પષ્ટ છે કે મે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં મળેલી બેઠકો ભાજપ આ વખતે અંકે કરી શકવાની સ્થિતિમાં નથી.ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની નાજુક સ્થિતિ હોય ત્યારે લોકસભા ચૂંટણી પર એની પ્રતિકૂળ અસર પડવી સ્વાભાવિક છે.એટલે ચાર રાજ્યોની વિધાનસભાની  ચૂંટણી સાથે જ લોકસભાની ચૂંટણી પણ યોજાઈ શકે છે. ચાર રાજ્યોની વિધાનસભાઓની મુદત લંબાવીને લોકસભાની ચૂંટણી સાથે જ એમની ધારાસભાઓની ચૂંટણી કરવાનો વિકલ્પ પણ સત્તારૂઢ પક્ષે વિચારી જોયો,પણ એ જરા મુશ્કેલ લાગ્યો.અગાઉની પરંપરા જોતાં વહેલી ચૂંટણી કરવાનું વધુ સરળ રહે.
હવે ગુજરાતનું  ચિત્ર બદલાયું છે
ગુજરાતની તાસીર નિરાળી છે : ગઈ લોકસભાની ચૂંટણીમાં તમામ ૨૬ બેઠકો કબજે કરવા પાછળ ભાવનાત્મક કારણ હતું કે એક ગરવા ગુજરાતીને વડા પ્રધાન બનાવવા ગુજરાતીઓ મત આપવાના હતા.ભાજપના વિજેતા ૨૬ સાંસદોમાંથી ૧૧ તો કૉંગ્રેસી ગોત્રના નેતા હતા. ભાજપની ચૂંટણી ઝુંબેશમાં નેહરુ-ઇન્દિરા-સોનિયા-રાહુલને ભાંડવામાં ભાજપની નેતાગીરી સાથે તેઓ પણ જોડાયા હતા. ભાજપ થકી વચનોની લહાણી ય કરાઈ હતી.અચ્છે દિન અને વિદેશથી સ્વિસ બૅંકમાંનું કાળું નાણું લઇ આવવાની ગળચટી વાતો ચગાવાઈ હતી. વર્ષે બે કરોડને રોજગારી આપવા અને બે કરોડ જેટલા ગેરકાયદે બાંગલાદેશી ઘૂસણખોરોને પરત મોકલવા માટે ખળિયાપોટલા તૈયાર રાખવાની ગર્જનાઓ કરાઈ હતી. ભાજપનો સંકલ્પપત્ર કે ચૂંટણી ઢંઢેરો હજુ પક્ષની સત્તાવાર વેબસાઇટ પર ઝગારા મારે છે.ચાર વર્ષ પછી જે ચિત્ર ઉપસ્યું છે એ નોખું છે.ગુજરાતમાં લોકસભા ચૂંટણી પછી જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ થઇ. ૩૧ જિલ્લા પંચાયતોમાંથી ૨૩ કૉંગ્રેસને ફાળે ગઈ.પાછળથી બે જિલ્લા પંચાયતોની ચૂંટણી યોજાઈ. એમાંથી ખેડા ભાજપને ફળી, પણ બનાસકાંઠા તો કૉંગ્રેસને ફાળે જ ગઈ. ડિસેમ્બર ૨૦૧૭માં વિધાનસભા ચૂંટણી પહેલાં કૉંગ્રેસના મહારથી શંકરસિંહ વાઘેલા સહિત ૧૪-૧૫ કૉંગ્રેસી  ધારાસભ્યો ભાજપને રાજ્યસભા ચૂંટણીમાં ટેકો કરવા કામે વળ્યા. એ છતાં કૉંગ્રેસી ઉમેદવાર અહેમદ પટેલને જીતતા રોકી ના શકાયા.વિધાનસભાની ચૂંટણીમાં શંકરસિંહ અને સમર્થકો થકી દગો દેવાયા પછી પણ કૉંગ્રેસની બેઠકો વધવા પામી.હવે લોકસભાની ચૂંટણીમાં ભાજપ તમામ ૨૬ બેઠકો જીતવાનો દાવો ભલે કરે, કૉંગ્રેસ દસેક બેઠકો  લઇ જાય એવી ગુપ્તચર માહિતીએ ભાજપની નેતાગીરીની નીંદર હરામ કરી દીધી છે. કહેવા પૂરતું ભલે એમ કહેવાય કે “પાસ”ના  આગેવાન ૨૪ વર્ષીય હાર્દિક પટેલ, કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને અપક્ષ ધારાસભ્ય  જીજ્ઞેશ મેવાણીની યુવાત્રિપુટી થકી કૉંગ્રેસ આગેકૂચ કરી રહી છે,પણ જેની ન્યૂસંસ વેલ્યુને પણ ગંભીરતાથી લેવાતી નહોતી,એ ત્રિપુટીનો આટલો બધો ખોફ સત્તાપક્ષને શાને? હવે એ ત્રિપુટી ફરી પાછી સક્રિય થઇ છે. બીજી બાજુ, ભાજપ થકી કૉંગ્રેસ હસ્તકની જિલ્લા પંચાયતો તોડવા કે ધારાસભ્યોને પોતાની સાથે જોડવાની પ્રક્રિયા ચલાવાઈ રહી છે.
એકમેકના ગઢમાં ગાબડાં પડાશે
ભાજપના ઇતિહાસમાં અભૂતપૂર્વ એવી ઘટના તો કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કુંવરજી બાવળિયાને સવારે પક્ષમાં પ્રવેશ આપીને સાંજ પહેલાં કેબિનેટ પ્રધાન બનાવી દેવાયા, એને ગણાવી શકાય.ભાજપના નેતાઓ ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કરવા ટીવી ચેનલો પર આવે છે અને મોવડીમંડળ ઠપકો આપે એટલે ફેરવી તોળે છે. પક્ષમાં અસંતોષ ગમે ત્યારે ભડાકા પેદા કરી શકે છે.ભાજપમાં સબ સલામતની આહ્લ્લેક ભલે જગવાય,પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ત્રાગું કરીને નાણા ખાતું મેળવવું પડે કે અસંતોષ વ્યક્ત કરનારા ધારાસભ્યોને શાંત કરવા પડે; એ કાંઇ સારા સંકેત નથી. લોકસભા ચૂંટણી આવે એ પહેલાં બોલકા થયેલા સાંસદો અને ધારાસભ્યોમાંથી કોણ વાડ કે વંડી ઠેકી જાય એ કહેવું મુશ્કેલ છે.કેટલાક તો પક્ષમાં રહીને પણ ચૂંટણીમાં પક્ષના ઉમેદવારોને નુકસાન કરી શકે છે.બધાને રાજી રાખવાનું અશક્ય છે.બાવળિયાની જેમ બીજા પણ કેટલાક કૉંગ્રેસી આગેવાન ભાજપમાં આવી શકે છે,પણ બધા બાવળિયાની જેમ સવારે જોડાઈને સાંજે પ્રધાનપદ મેળવવા જેટલી ફૂલપ્રૂફ સોદાબાજી કરવા જેટલા કામયાબ ના પણ થાય.આમ પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસે વધુમાં વધુ માત્ર છ પ્રધાનપદની જગ્યા છે.કોઈને પડતા મૂકે કે આયાતીને પ્રધાનપદ આપવા જતાં ભડકા થવાની શક્યતા વધે. કૉંગ્રેસના અસંતુષ્ટ નેતા જેમ ભાજપના સંપર્કમાં છે તેમ ભાજપના અસંતુષ્ટ નેતા કૉંગ્રેસના સંપર્કમાં પણ છે.ઉત્તરાયણ હજુ દૂર છે,પણ જાણે ગુજરાતના આકાશમાં એકમેકના પતંગ કાપવાની સ્પર્ધા અત્યારથી ચાલી રહી છે.ચૂંટણી વહેલી આવી રહ્યાના સંકેત વચ્ચે ભાજપનું ઘર સંભાળવાની ચિંતા વધુ છે. કૉંગ્રેસે તો ઝાઝું ગુમાવવાનું નથી,એણે તો લાભ જ મેળવવાનો છે.
આંદોલનકારી ત્રિપુટી ફરી મેદાનમાં
ઠાકોર સમાજમાંથી આવતા અલ્પેશ ઠાકોરે દારૂબંધી કડક કરાવવાના આગ્રહ અને દારૂના અડ્ડાઓ પર જનતા રેડથી ચૂંટણી પહેલાં સરકારને ભીંસમાં લીધી હતી. તેમના પ્રયાસો થકી જ  રાજ્ય સરકારે દારૂબંધીના કાયદાને કડક કરવાની ફરજ પડી હતી.પાટીદાર અનામત નેતા હાર્દિક પટેલના ઘણા આંદોલનકારી યુવા સાથીઓને ભાજપમાં લેવામાં આવ્યા પછી પણ આ એકલવીર હજારોની જનમેદનીને આકર્ષે એવો ‘પટેલ આયકન’ બની ગયો છે. મેવાણીએ રાજ્યમાં દલિત ચેતના જગાડી અને ભાજપ-સંઘના લાખ પ્રયાસો છતાં કૉંગ્રેસના ટેકે વડગામ વિધાનસભા બેઠક જીતીને ધારાસભામાં પ્રવેશ પણ મેળવી લીધો.એ ડાબેરી છે,પણ કૉંગ્રેસી ધારાસભ્ય અલ્પેશ અને પટેલ યુવા નેતા હાર્દિક સાથે મળીને ગાંધીનગરના સત્તાધીશોને ટક્કર આપવામાં સક્રિય છે.હમણાં અમદાવાદના લઠ્ઠાકાંડને પગલે આ ત્રિપુટીએ જનતા રેડ કરી. ગાંધીનગરના જિલ્લા પોલીસ વડાના કાર્યાલય સામેથી જ દારૂ પકડ્યો ત્યારે સરકારે આ ત્રિપુટી સામે પોલીસ કેસ કરીને તો સૌને આંચકો આપ્યો.ગાંધીજી દારૂની દુકાનો સામે પિકેટિંગ કરાવતા હતા અને અંગ્રેજ સરકાર પિકેટિંગ કરનાર સામે ગુનો નોંધતી એવું જ કંઈક આ વખતે થયું. યુવા ત્રિપુટીને તો ધરણાં-આંદોલન કરવાની તક મળી.સત્તારૂઢ ભાજપના પ્રવક્તાએ કૉંગ્રેસના શાસનમાં “લઠ્ઠાકાંડની હારમાળા” સર્જાતી હોવાની વાત કરી તો ખરી,પણ આજેય ગાંધીના ગુજરાતમાં બેફામપણે દારૂ વેચાય કે પીવાય છે એ હકીકતને સત્તાધીશો સ્વીકારે છે.હવે તો હાર્દિક પટેલે પટેલોને અનામતનો લાભ મળે એ માટે ઓગસ્ટ મહિનામાં આમરણ ઉપવાસ કરવાની જાહેરાત કરી છે.  એનો સાથ છોડી ગયેલા બીજા સાથીઓ પણ એ કાર્યક્રમમાં જોડાવાના છે.આવતા દિવસો ચૂંટણીના છે અને આ યુવા ત્રિપુટી  “રાજકીય સ્ટંટ” કે “પબ્લિસિટી સ્ટંટ” તરીકે પણ આંદોલન કરીને ભાજપની સરકાર માટે નવી મૂંઝવણો ઊભી કરતી રહેશે.ભાજપની નેતાગીરીની એ કોશિશ પણ હોય કે આ ત્રિપુટીમાંથી બે જણાને પોતાની સાથે જોડવા કોઈપણ હદે જઈ શકે.કારણ હાર્દિક કે અલ્પેશને જેલવાસનો તો ડર જ નથી. શક્ય છે કે એમને પટાવી લેવા “શ્રી કમલમ્“ પ્રયત્નશીલ રહે.
ઈ-મેઈલ : haridesai@gmail.com                            (લખ્યા તારીખ: ૧૨ જુલાઈ ૨૦૧૮)

Friday 13 July 2018

Sardar Patel, not Nehru, dropped proposal to reconstruct Somnath with govt funds on Gandhiji's suggestion

https://www.counterview.net/2018/07/sardar-patel-not-nehru-dropped-proposal.html

Sardar Patel, not Nehru, dropped proposal to reconstruct Somnath with govt funds on Gandhiji's suggestion

Somnath before the construction of the new temple began

By Dr Hari Desai*

Sometimes people are made to believe that descriptions in historical novels are real history. Even courtier historians who present history as per the convenience of rulers find their way to textbooks, polluting the minds of younger generations. A perverted version of history is taught to students till historians dare make corrections, or ask rulers to get things corrected.
It is normal for heroes in India to be painted as villains. The neighbouring Pakistan boasts of having a 5000-year old civilization! And, villains in India like Mahmud Ghazni are considered heroes in Pakistan!
Few know that Panini, born nearly ten centuries before the birth of Islam in the seventh century, on the border of present-day Afghanistan, wrote Sanskrit grammar, was a Pathan. Yet, ironically, he may not be considered a Pathan today, since terms such as Pathans and Arabs are commonly used only for Muslims.
One would have heard scholars in TV debates branding Chinggis Khan (also known as Genghis Khan), the 13th century Mongol ruler as “Muslim”. But the fact is, he called Jews and Muslims as “slaves”. Worse, he forbad Islamic tradition of slaughtering animals. The first person to embrace Islam in his family was his grandson, Berke Khan, in Bukhara. Qutlug Nigar Khanum, mother of the founder of Mughal Empire, Babur, was the descendent of the founder of Mongol Empire, Chinggis Khan.
Chingiss Khan
Jawaharlal Nehru, born in Allahabad and educated in England at Harrow and Cambridge, visionary and idealist, scholar and statesman of international stature, was Prime Minister of independent India for 17 years. In his scholarly book, “The Discovery of India”, written in Ahmednagar Fort prison during the five months, April to September 1944, Nehru writes:
“Unlike the Greeks, and unlike the Chinese and the Arabs, Indians in the past were not historians. This was very unfortunate and it has made it difficult for us now to fix dates or make up an accurate chronology. Events run into each other, overlap and produce an enormous confusion. Only very gradually are patient scholars today discovering the clues to the maze of Indian history.”
One would be surprised to read Prof Shanta Pandey, a historian of Delhi University, presenting Sanskrit as the official Durbar language of Mahmud Ghazni, who was responsible for the loot and demolition of the Somnath Temple way back in 1026 AD. Mahmud was son of Sabatgin, who was a Hindu or a Buddhist, who embraced Islam and ruled over Ghazni, having a large population of Hindus, including his own Chief of the Army, Tilak, according to historian Shambhuprasad Harprasad Deshai, IAS (Retd) in “Prabhas ane Somnath” (1965), published by Shree Somnath Trust.
Late Deshai describes how the King of Gujarat, Bhimdev I, ran away leaving his subjects at the mercy of the invader, Mahmud, instead of challenging him. When the King of Gujarat had no guts to face the army of Ghazni at Anahilwad Patan, the capital of Gujarat, at least 20,000 Rajput warriors laid down their life to defend the motherland at Modhera!
Panini
There is a misconception about Nehru refusing to grant government funds for the reconstruction of Somnath Temple in 1947 when his deputy, Vallabhbhai Patel, took vow to get the historical temple of Somnath reconstructed at government cost. Some courtier historians try to malign Nehru, presenting their all time favorite argument of rift between Nehru and Sardar.
Despite such efforts, one comes across KM Munshi writing in his book “Pilgrimage to Freedom" Vol I: “When Junagadh fell, Sardar Patel, as Deputy Prime Minister, pledged the Government of India to the reconstruction of the historical Temple of Somnath. The Cabinet, Jawaharlal presiding, decided to reconstruct the Temple at Government cost. But Gandhiji advised Sardar not to have the Temple reconstructed at Government cost and suggested that sufficient money should be collected from the people for this purpose. Sardar accepted his advice.”
The Nehru Cabinet took the decision after Gandhiji expressed his views twice publicly in the prayer meetings. Patel died on December 15, 1950. Nehru criticized Munshi, his Cabinet member, “for working for the reconstruction of the Temple”, and even advised Dr Rajendra Prasad, President, to abstain from attending the ceremony of installation of the deity.
Dr Prasad went to Somnath on May 11, 1951 and performed ceremony. Of course, the Government of India did not find it worth to even issue a press note! Nehru always tried to project his secular image and to some extent an image of an atheist.
One would be surprised to know that President of the All-India Hindu Mahasabha, Barrister VD Savarkar, was an atheist! In fact, Nehru was not an atheist as Munshi records in one of his letter-commentaries (“Kulapatina Patro”, January 8, 1967).
As one of the founders of Vishwa Hindu Parishad (VHP), Munshi expressed happiness about a change he gathered in the religious attitude of Nehru after the Somnath episode. Nehru participated in the religious ceremony at Sanchi and approved generous grant for reconstruction of Sarnath. Even in 1954 when, as UP Governor, Munshi accompanied Nehru to Allahabad to take stock of the arrangements of the Kumbha Mela, Nehru got down from the jeep and washed his face with the pious water of Ganga.
Mahmud Ghazni
A newspaper correspondent, who followed them, reported that Nehru performed Sandhya (evening prayer) and washed his Janoi (a sacred thread)! Munshi quotes the “will of Nehru” and his approach of “scientific temperament”, where his love and devotion for people, Ganga and Jamuna rivers can be seen. In the historic document dated June 21, 1954 (a decade prior to his death), Nehru expressed his desire, “I do not want any religious ceremony performed for me after my death”, adding:
“My body to be cremated… my ashes (be) sent to Allahabad… A small handful of these ashes should be thrown into the Ganga… The Ganga, especially, is the river of India, beloved of her people, round which are intertwined her racial memories, her hopes and fears, her songs of triumph, her victories and her defeats. She has been a symbol of India’s age long culture and civilization, ever changing, ever-flowing, and yet ever the same Ganga… The Ganga has been to me a symbol and a memory of the past of India, running into the present and flowing on to the great ocean of the future… a handful of my ashes be thrown into the Ganga at Allahabad to be carried to the great ocean that washes India’s shore.”
---
*Senior Ahmedabad-based journalist and researcher. Blog: http://www.haridesai.com/

Damocles sword hanging on Bureaucracy

Dr. Hari Desai's column in Divya Bhaskar Daily 13 July 2018 
You may read the full text here and comment.
બ્યુરોક્રસીને માથે લટકતી  તલવાર
ડૉ.હરિ દેસાઈ
અરાજકતા ખાળવા રાજકીય શાસકો અને સનદી અધિકારીઓ સરદાર પટેલના શબ્દો ગૂંજે બાંધે

“પ્રશંસા પ્રભુને ય ગમે” એ ઉક્તિ આપણે ત્યાં પ્રચલિત ખરી,પણ સાથે જ “બહોત નમે નાદાન’ શબ્દપ્રયોગ પણ મશહૂર છે જ. સત્તાધીશોના કાન સારું જ સંભાળવા ટેવાયેલા હોય છે.એટલે દરબારીઓ લળીલળીને સલામો ભરે કે પછી માત્ર મીઠી વાતો કરે ત્યારે તેમણે અંગ્રેજીમાં પ્રચલિત “સ્વૉર્ડ ઑફ ડૅમોક્લિસ”ની પેલી  ગ્રીક દંતકથાનું પણ સ્મરણ કરાવવાની જરૂર ખરી. એ દંતકથા મુજબ, રાજા ડિયોનિસસે  ખુશામતખોર દરબારી ડૅમોક્લિસને જ્ઞાન આપવા માટે ભોજન માટે તેડાવ્યો.ભોજન વેળા ડૅમોક્લિસે ઊંચે જોયું  અને માથે એક વાળના તાંતણે લટકતી તલવાર નિહાળી.શરીરમાંથી ભયનું જાણે લખલખું પસાર થઇ ગયું. ગમે ત્યારે એ જોખમી તલવાર એના માથે પડી એનું મોત આવી પહોંચે એવી અનુભૂતિ રાજાએ એને કરાવી હતી. આમ તો ગ્રીક દંતકથા સુધી લાંબા ના થવું હોય તો ઘરઆંગણાના શબ્દોનું પણ સ્મરણ થઇ શકે : “કડવાં કારેલાંના ગુણ ના હોય કડવા, કડવાં વચન ના હોય કડવાં રેલોલ “. ભાજપના વરિષ્ઠ નેતા અને વડા પ્રધાન રહેલા અટલ બિહારી વાજપેયીએ સંસદમાં કહેલા શબ્દોને શાસકો-પ્રશાસકો અને પ્રજાએ કાયમ યાદ રાખવા જેવા ખરા. વાજપેયીએ મરાઠી કહેવત “નીંદકાચે ઘર અસાવે સેજારી (હિંદીમાં નિંદક નિયરે રાખીએ)” ટાંકી હતી. ટીકાકાર વ્યક્તિ અથવા નેતાને જાગતો રાખે છે.એને દુશ્મન ગણનારા મૂર્ખ હોય છે.
મુશ્કેલી એ થઇ છે કે ભારતીય સનદી સેવા(આઇએએસ)ના સંસ્થાપક સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહારથી હવે રહ્યા નથી. એ પોતાના સચિવ સહિતના  સનદી સેવકોને કહેતા  કે તમારો મત  મારાથી જુદો હોય તો પણ કોઈ જાતનો ડર રાખ્યા વિના સરકારી ફાઈલ પર નોંધીને મારી સમક્ષ મૂકવો. સરદારે ઘણા પ્રસંગોએ પોતાનાથી જુદો મત રાષ્ટ્રના હિતમાં સ્વીકાર્યાના દાખલા છે. વડા પ્રધાન જવાહરલાલ નેહરુના વિરોધ વચ્ચે પણ નાયબ વડા પ્રધાન પટેલ  ભારતીય બંધારણમાં સનદી અધિકારીઓને સુરક્ષાકવચ બક્ષતી જોગવાઈઓ કરાવવાની સાથે કામમાં આળસ કરનાર કે ભ્રષ્ટાચારી સનદી અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાના આગ્રહી હતા.સરદારના મતે, સનદી અધિકારીઓ તો “કસ્ટોડિયન્સ ઑફ સ્ટેટ ઇન્ટરેસ્ટ્સ” હતા. રાજકીય શાસકો લોકપ્રિય પગલાં લેતાં દેશનાં હિતને જોખમમાં મૂકી શકે ત્યારે સનદી સેવકો અડીખમ રહીને દેશહિતના સંરક્ષક બની રહે એ એમને અપેક્ષિત હતું.
હવે જમાનો સરદારનો રહ્યો નથી. દરબારી સંસ્કૃતિ એટલી બેપાંદડે ફૂલીફાલી છે કે સાહેબને શું ગમશે,એવી  જ નોંધ ફાઈલે મૂકાય છે.વળી,સાહેબો અને મેડમો જેવા શબ્દપ્રયોગો  તો અંગ્રેજોના જવા સાથે વિદાય થવા જોઈતા હતા,પણ અહીં રૂઢ થઇ ગયા.ગોરા સાહેબો ગયા અને બ્રાઉન સાહેબો આવ્યા. પેલા ડૅમોક્લિસ જેવા ખુશામતિયા હવે ફાટફાટ થાય છે. એના  રાજા ડિયોનિસસ જેવા ખુશામતખોરોની પરીક્ષા કરનાર રાજવી પણ હવે રહ્યા નથી. રાજકીય શાસકો અને સનદી અધિકારીઓ સાથે મળીને પ્રજાના કલ્યાણને નામે સહિયારા ધંધા ચલાવવા માંડ્યા છે. પ્રજાની સેવા કરવા સાટે રાજકીય નેતાઓને સનદી અધિકારીઓ જેટલા પગાર અને ભથ્થાં ઉપરાંત અન્ય સાહ્યબીની સુવિધાઓની ટેવ પણ પાડી દેવામાં આવી છે. એટલું પણ ઓછું હોય તેમ કટ-કમિશનો થકી રાજકીય શાસકો અને પ્રશાસકોનાં પોતીકાં તરભાણાં ભરાવા માંડ્યાં છે.રાજનેતાઓ સાથે મેળાપીપણાથી ઘર ભરવાનો હરખ કરનારા પ્રશાસકોને માથે હવે  સંકટ તોળાવા માંડ્યું છે. રાજકીય શાસકોના દુરાગ્રહો અંગે તેમના મૌખિક આદેશો કાયદામાં નહીં બેસતા હોવાથી તેમનો અમલ કરવાની ના કહેવાની હિંમત બાબુઓ  ગુમાવી બેઠા છે.સાહેબોનાં પીળાં પતાકડાં પરની નોંધોને ફાઈલો પર ઉતારીને સાહેબ-કૃપા અંકે કરી ખુશામતિયા દરબારી બનેલા આઇએએસ અને આઇપીએસ અધિકારીઓને માથે હવે ડૅમોક્લિસની તલવાર લટકતી હોવાના  દિવસો આવી ગયાનાં એંધાણ મળવા માંડ્યાં છે. રાજકીય લક્ષાંકને પહોંચી વળવામાં નિષ્ફળતા માટે હવે દોષનો ટોપલો સનદી અધિકારીઓને માથે સેરવી દેવાની વેતરણ ચાલે છે. એમાં કંઈક કેટલા વધેરાઈ જશે, એ કહેવું મુશ્કેલ છે.
સત્તારૂઢ પક્ષમાં પ્રધાનપદા કે અન્ય રાજકીય હોદ્દાઓના અસંતુષ્ટો હવે દોષારોપણ બ્યુરોક્રસી પર કરે એવા વ્યૂહ ઘડાઈ ચૂક્યા હોય ત્યારે રાજકીય શાસકોની નિષ્ફળતા માટે બાબુઓને દોષિત કેમ ઠરાવી શકાય, એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. સહકારમહર્ષિ વસંતદાદા પાટીલ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી હતા ત્યારે એમના રાજ્ય પ્રધાન ગણેશ દૂધગાંવકર દાદા પાસે ફરિયાદ કરવા ગયા કે સનદી અધિકારીઓ અમને ગાંઠતા નથી.વસંતદાદાનો ઉત્તર સૂચક હતો : “ઘોડેસવારી આવડતી ના હોય તો ઘોડા પર બેસવું નહીં.” પેલા મહાશયે  ફરી ક્યારેય ફરિયાદ કરવાની હિંમત કર્યાનું જાણમાં નથી. હમણાં ગુજરાતમાં પણ પ્રધાનપદાની  આકાંક્ષા ધરાવનારી સત્તારૂઢ પક્ષની ધારાસભ્ય-ત્રિપુટીને યોગ્ય સ્થળેથી જ્ઞાન મળ્યા પછી એણે બ્યુરોક્રસી ભણી તીર તાક્યું તો ખરું,પણ એમાં વધુ ફસાય એવા સંજોગો નિર્માણ થતાં મંદિરે જઈને મંજીરા વગાડવાની વાત કરીને સબસે બડી ચૂપનો મારગ અપનાવવામાં જ શ્રેય લેખ્યું. જોકે  લોકસભાની છેલ્લી ચૂંટણીનાં વચનોનું પાલન નહીં થવા વિશે પ્રશ્ન ઊઠે ત્યારે સોશિયલ મીડિયામાં સમર્થકો માટે ફરતો થયેલો સંદેશ બાબુઓના માઠા દિવસ આવતા હોવાનો સંકેત જરૂર આપે છે : “કોંગ્રેસ શાસનમાં રુશ્વતખોરી કરીને ભરતી કરાયેલા અધિકારીઓની સાન ઠેકાણે લાવવાની જરૂર છે.” આ નવો તર્ક અપાઈ રહ્યો છે. પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે સનદી સેવકોને માથે દોષનો ટોપલો નાંખીને રાજકીય નેતાગીરી જવાબદારીમાંથી છટકી શકે કે?
રાજકીય શાસકોએ ઘોડેસવારી કરવાની હોય છે.વસંતદાદાના શબ્દોનું સ્મરણ રહે. નિરંકુશ ઘોડાઓને સરખા કરવા કે દંડિત કરવાની બંધારણીય જોગવાઈ સરદાર પટેલ કરતા ગયા છે,પણ ચાલતા બળદને આર ના ભોંકાય એ પણ અપેક્ષિત છે. બ્યુરોક્રસીને કોંગ્રેસી કે ભાજપી કે કમ્યૂનિસ્ટમાં વિભાજીત કરવાનાં જોખમ વિસ્ફોટક છે. કહ્યાગરી બ્યુરોક્રસી અને કહ્યાગરી જ્યુડિસિયરીનાં આગ્રહી રહેલાં શ્રીમતી ઇન્દિરા ગાંધીના ઇતિહાસનું સ્મરણ રહે.બ્યુરોક્રસીને કામ કરવાની મોકળાશ મળે. સાથે જ એ વાતનું પણ સ્મરણ રહે કે એને નિરંકુશ થતી અટકાવવા માટેની લગામ રાજકીય નેતાગીરી પાસે આપીને જ સરદાર પટેલ જન્નતનશીન થયા છે.જોકે બળદિયાની લગામ વધુ ખેંચવા જતાં તો એ વિફરી શકે અને અરાજકતા (ઍનાર્કી) પ્રસરાવી શકે. આવા સંજોગો લોકશાહી વ્યવસ્થા માટે જોખમી છે.રાજકીય નેતાગીરી અને વહીવટી તંત્રની નેતાગીરી વચ્ચે સૌહાર્દ જળવાય તો જ દેશ અપેક્ષિત વિકાસની ગતિ સાકાર કરી શકે.રાજકીય નેતાગીરીએ સમજી લેવાની જરૂર ખરી કે બંધારણના ઘડવૈયાઓ થકી  આ સમતુલા અપેક્ષિત મનાઈ છે. રાજનેતા અને સનદી અધિકારીના મેળાપીપણાથી આઝાદી પછીના દાયકાઓમાં આચરવામાં આવેલાં કૌભાંડોમાં ભાગ્યેજ ઝાઝા લોકોને દોષિત સાબિત કરાયા છે.શાસકો પ્રશાસકોનાં કાળાં કરતૂતોની ફાઈલો કે ડોઝિયર ભલે રાખતા હોય, એ રખે ભૂલે કે બ્યુરોક્રસી પણ કાંઈ ગાંજી જાય એમ નથી.વાતોનાં વડાં લાંબા સમય માટે પ્રજાનું પેટ નહીં ભરે. ઉમાશંકર જોશીની કાવ્યપંક્તિના શબ્દોમાં કહી તો “ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે” ત્યારે ઘણુંબધું ભસ્મીભૂત કરી દેશે. શાસકો અને પ્રશાસકો બંનેએ આ શબ્દો મઢાવીને રાખવાની જરૂર છે.
(HD-DB- Bureaucracy11072018)                (લખ્યા તારીખ : ૧૧ જુલાઈ ૨૦૧૮ )

Thursday 12 July 2018

Understanding Misconceptions of Indian History


Understanding Misconceptions of Indian History
·         Panini, the Pathan scholar, wrote the grammar of Sanskrit

·         Pandit Nehru performed ‘Sandhya’ and washed his ‘Janoi’

 Dr. Hari Desai writes weekly column “Back to Roots” in “Asian Voice”, the Newsweekly of ABPL Group, London  14 July 2018 To read the full text, you may visit https://bit.ly/2L9pEyE  and comment.
  • ·         Even the Courtier historians who present the history as per the convenience of the rulers find the way to the textbooks polluting the minds of the young generations. The Pervert history is being taught to the students by the rulers till historians dare correct or present before the rulers to get it corrected. Normally one would find the Heroes in a democratic India painted as the Villians in the neighbouring Pakistan which boasts to have a 5000-year old common civilization. And the villains in India like Mahmud Ghazni are considered Heroes in Pakistan !
  • ·         Nehru writes: “ Unlike the Greeks , and unlike the Chinese and the Arabs, Indians in the past were not historians. This was very unfortunate and it has made it difficult for us now to fix dates or make up an accurate chronology. Events run into each other, overlap and produce an enormous confusion. Only very gradually are patient scholars today  discovering the clues to the maze of Indian history.”
  • ·         One would be surprised to read Prof. Shanta Pandey, a historian of Delhi University, presenting Sanskrit as the official Durbar language of Mahmud Ghazni who was responsible for loot and demolition of the Somnath Temple way-back in 1026 AD. Mahmud was son of Sabatgin who was a Hindu or Buddhist who had embraced Islam and ruled over Ghazni having a large population of Hindus including his own Chief of the Army, Tilak, according to a historian, Shambhuprasad Harprasad Deshai, IAS (Retd.), who wrote “Prabhas ane Somnath” (1965) published by Shree Somnath Trust. 
  • ·         Late Deshai describes how the King of Gujarat, Bhimdev I, ran away leaving his subjects at the mercy of the invader, Mahmud, instead of challenging him. When the King of Gujarat had no guts to face the army of Ghazni at Anahilwad Patan, the capital of Gujarat, at least 20,000 Rajput warriors laid down their life to defend the motherland at Modhera!
  • ·         There is a misconception about PM Nehru refusing to grant government funding for the reconstruction of Somnath Temple in 1947 when his deputy, Vallabhbhai Patel, took vow to get the historical Temple of Somnath reconstructed at Government cost. Some Courtier historians try to malign Nehru presenting their all time favorite argument of rift between Nehru and Sardar. 
  • ·         Despite such efforts, one comes across K. M. Munshi writing in his book “Pilgrimage to Freedom Vol. I”: “When Junagadh fell, Sardar Patel, as Deputy Prime Minister, pledged the Government of India to the reconstruction of the historical Temple of Somnath. The Cabinet, Jawaharlal presiding, decided to reconstruct the Temple at Government cost. But Gandhiji advised Sardar not to have the Temple reconstructed at Government cost and suggested that sufficient money should be collected from the people for this purpose. Sardar accepted his advice.” The Nehru Cabinet took the decision after Gandhiji expressed his views twice publicly in the prayer meetings!


Wednesday 11 July 2018

Bavaliya is just a highlight, Full picture is yet to emerge


Dr.Hari Desai wrote this Column “Mantavya” for Gujarat Times Weekly of USA (www.gujarattimesusa.com) on 5 July 2018. You may read the full text here and comment.

બાવળિયા તો ઝાંકી હૈ, પિક્ચર અભી બાકી હૈ : ડૉ.હરિ દેસાઈ
સત્તાકારણમાં આવનારા ભલે મંજીરા વગાડવાની વાત કરે,ધખારા તો પ્રધાનપદાના હોય છે.કાંઇ ના મળે તો છેવટે સત્તાધારી પક્ષનું  ચૂંટણીચિહ્ન લેટરહેડ પર છપાવી શકે તો ગ્રામપંચાયતમાં પણ નેતાગીરી થઇ  શકે. સત્તાપક્ષ સાથે જોડાયેલા રહેવાથી પ્રજાહિતનાં સરકારી કામો થવાની સાથે જ સરકારી કોન્ટ્રેક્ટ મેળવીને સાઇકલથી ચાર બંગડીવાળી ગાડીઓની સાહ્યબી ભોગવવા સુધીના લાભ જ લાભ હોય છે.જે સત્તાના ધસમસતા પ્રવાહ સામે આડા ફાટ્યા,પછી એ પક્ષના હોય કે વિપક્ષના, પોલીસ કેસ અને સીબીઆઇ તપાસોની કેટકેટલી ઝીંક ઝીલવાની ક્ષમતા છે એના આધારે સત્તા પક્ષથી વિમુખ રહીને રાજકારણની વૈતરણી તરી શકે છે.આજનો યુગ ત્રણ દાયકા પૂર્વેના યુગથી જુદો છે.સત્તા સ્થાને બેઠેલાઓની સામે બાથ ભીડવા જતાં અસ્તિત્વને સમાપ્ત કરવા જેવી અવસ્થા સત્તાપક્ષના સાંસદ રહેલાઓના, દીપક પટેલ અને સી.આર.પાટીલના, જેલવાસના કિસ્સાઓએ આયનામાં બતાવી જ દીધી છે,પછી કેટલા વંકાવાની હિંમત કરે એ ચિત્ર ઝગારા મારતું હોય છે. સત્તાકરણ વિના મંજીરા વગાડવાની વાત કરનારાઓ, મધુ શ્રીવાસ્તવ જેવા, બીજે જ દિવસે ટીવી નિવેદનોમાં કેમ પલટી મારી જાય છે,એ સમજી શકાય  છે.
સત્તાનો મધપૂડો સૌને વહાલો
વર્તમાન રાજકારણનાં આટલાં સત્ય સમજી લઈને જ ગુજરાત કે રાષ્ટ્રીયસ્તરે સત્તારૂઢ ભારતીય જનતા પક્ષના કટ્ટર વિરોધીઓ પણ કેમ કેસરિયા ધારણ કરી લેવામાં સ્વકલ્યાણ સમજે છે એ સ્પષ્ટ છે. ઘોષણાઓ કોંગ્રેસમુક્ત ભારતની અને ભાજપ કોંગ્રેસયુક્ત. આગામી લોકસભા-૨૦૧૯ની ચૂંટણીમાં ગુજરાતની ૨૬ બેઠકો ફરી અંકે કરવાની કવાયત પૂરજોશમાં ચાલી રહી છે.જોકે મે ૨૦૧૪ અને મે ૨૦૧૯ વચ્ચે ઘણો ફરક છે એટલે યેનકેન પ્રકારેણ શક્ય એટલી વધુ બેઠકો મેળવવા માટે ભાજપની શક્તિમાં ઉમેરો કરવાની કવાયતો ચાલે છે. ક્યારેક ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર રહેલા લાલ કૃષ્ણ આડવાણી કહેતા રહ્યા હતા કે ભાજપનું કોંગ્રેસીકરણ થઇ રહ્યું છે,પણ ભાજપનું સત્તામાં હોવું એ મીઠો મધપૂડો સમગ્ર સંઘ પરિવારને વહાલો લાગે છે. સત્તાના આ  સત્યની પ્રતીતિ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સૌને કરાવી છે.માત્ર સિદ્ધાંતોના મંજીરા વગાડવાથી સત્તા સુધી પહોંચાતું નથી.
ભાષા અન્યાયની,મહેચ્છા મંત્રીપદની
ગુજરાતમાં ઘણા વખતથી ભાજપમાં જોડાઉં જોડાઉં થઇ રહેલા જસદણના કોંગ્રેસી ધારાસભ્ય અને કોળી સમાજના નેતા કુંવરજી બાવળિયાએ સમાજનું સમરસતા સંમેલન યોજ્યું એ દિવસે જ  કોંગ્રેસના મિત્રોએ સમજી જવું જોઈતું હતું કે આ સંઘ પરિવારની ભાષા સાથેનું સંમેલન એની દિશા નક્કી કરી ચૂક્યું છે. દિલ્હીના રામલીલા મેદાન પર અગાઉ અણ્ણા હજારે જેવા સદ્પુરુષના નેતૃત્વમાં ભારતમાતાની સંઘનિષ્ઠ છબિની સાક્ષીએ જનાંદોલન આદરવામાં સંઘના વરિષ્ઠ પ્રચારક કે.એન.ગોવિંદાચાર્ય પરદા પાછળની ભૂમિકામાં જોતરાયા ત્યારથી સંઘની મોદીના સત્તારોહાણની યોજના સમાજદારોને કળાવી જોઈતી હતી. બે દાયકાના જાહેરજીવન અને સાંસદ તથા ધારાસભ્ય તરીકેના અનુભવે બાવળિયાને સમજાઈ ચૂક્યું હતું કે ભાજપ સાથે સોદાબાજી કર્યા વિના પ્રધાનપદું નહીં મળે. એ મૂળે ચીમનભાઈ પટેલના જનતાદળિયા કોંગ્રેસી. અન્યાયની વાતો વદવી પડે એટલે એ ઢોલ પણ પિટ્યા કર્યાં. બબ્બે વાર લોકસભાની ટિકિટ અને પાંચ-પાંચ વાર ધારાસભાની ટિકિટ મેળવવા ઉપરાંત દીકરી અને બહેનને પણ ટિકિટ અપાવ્યા પછી ય કોંગ્રેસ અન્યાય કરે એ વાત કંઈક ગળે ઉતરે એવી તો નહોતી.
બાવળિયાની બરાબરની સોગઠી
છોગામાં ગુજરાતમાં મોદીયુગમાં ફોજદારી ખટલામાં ગોંડલ જેલમાં ૧૨ દિવસ રહેવું પડેલું અને કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ,અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓએ જસદણમાં બાવળિયાના જેલવાસના વિરોધમાં સંમેલન યોજવું પડ્યું હતું. હજુ હવે એ ખટલો અંતિમ સુનાવણી પર હોય ત્યારે કુંવરજીભાઈ પાસે સત્તા સાથે સમાધાન કરવા સિવાયના ઝાઝા વિકલ્પ બચ્ચા નહોતા.જોકે એમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના દરબારમાં નારાજગી  વ્યક્ત કરવાની સાથે જ જસદણમાં સમાજનું સમરસતા સંમેલન ભરવાનું ગોઠવ્યું અને રાજકોટમાં ખેડૂતોના ટેકામાં કોંગ્રેસ દ્વારા આયોજિત ધરણાંમાં મંચસ્થ થવાની સાથે ભાજપની નેતાગીરી સાથે મંત્રણાઓ સુપેરે ચલાવી.જોકે ક્યારેક બાવળિયાના કહ્યાગરા રહેલા અને કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા જસદણના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલને કોંગ્રેસે પોતીકા કરીને જાણે મીર માર્યાનો દેખાડો કર્યો. રાજકોટના અબજોપતિ કોંગ્રેસી નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ જાણી જોઇને મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે વિધાનસભા ચૂંટણી લડીને પગ પર કુહાડો માર્યો હતો. ઇન્દ્રનીલને પોતાની સલામત બેઠક છોડીને વિજયભાઈને બતાવી દેવા જવાની જરૂર નહોતી.એ હાર્યા પછી રાજયગુરુએ પણ કોંગ્રેસ છોડીને અમેરિકાની વાટ પકડી.ઇન્દ્રનીલને બાવળિયા અને ડૉ.હેમાંગ વસાવડા બેઉ પજવતા હતા,પણ હવે બાવળીયા કોંગ્રેસમાંથી ગયા પછી ઇન્દ્રનીલ પક્ષમાં રહી જશે કે નિવૃત્ત થશે, એ ચર્ચાનો વિષય રહે જ છે.
હજુ પટેલ-કોળી ધારાસભ્ય રેન્જમાં
બાવળિયાએ કોંગ્રેસ અને ભાજપ બેઉને બરાબર રમાડ્યા: કોંગ્રેસવાળા એવા વહેમમાં રહ્યા કે હવે એ પક્ષ નહીં છોડે અને એમને આગામી લોકસભા ચૂંટણી લડાવી શકાશે.ભાજપને બાવળિયા આવે તો સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાંથી (અમરેલી,ગીર સોમનાથ અને મોરબી) વિધાનસભામાં ભાજપનું ખેતર સાવ બોળું થઇ ગયું છે એટલે કોળી મતોનો લાભ થશે. હજુ બીજી વિકેટો પાડવાની છે. વિધાનસભે કોંગ્રેસી બાજુએ બેસતા એક પટેલ નેતા અને કોળી નેતાને ઝાળમાં લેવાની યોજના સક્રિય છે.ભાજપનો દાવો ભલે હોય કે અમને તમામ ૨૬ બેઠકો મળવાની છે,પણ અંદરખાને ૧૧ બેઠકો ઊલી જવાની હોવાના અંદાજને કારણે જ કોંગ્રેસના ગઢમાં ગાબડાં પાડવાં અનિવાર્ય બન્યાં છે. બાવળિયા ભાજપની મજબૂરીનો બરાબર લાભ લઇ શક્યા એટલે સવારે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા અને સાંજ પહેલાં તો પ્રધાનમંડળમાં સામેલ પણ થઇ ગયા.બે કહ્યાગરા અને નિરુપદ્રવી પ્રધાનો રણછોડભાઈ ફળદુ અને પરબતભાઈ પટેલનાં પ્રધાનપદાં કાપીને બાવળિયાને ત્રણ ખાતાં પણ આપી દેવાયાં. ભાજપના નિષ્ઠાવંતો તો ખાતાં વગરના પ્રધાન રહેવા પણ તૈયાર છે.પક્ષમાં ત્રાગાં કરનારાઓનો વારો કાઢી લેવાની પરંપરા હોવાથી એ વાકેફ છે. ત્રાગું કરીને નાણા ખાતું મેળવનારા નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ ભણી સૌની મીટ છે.
રાદડિયા- સોલંકીની નાદુરસ્ત તબિયત 
બાવળિયાને પક્ષપ્રવેશની સાથે જ પ્રધાનપદું એ  ભાજપની સ્પષ્ટ શરણાગતિ જ હતી.ઘરનાં છોકરાં ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો જેવો ખેલ ભાજપની વિવશતાને છતી કરે છે.કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને અગાઉ ભાજપમાંથી વાયા રાજપા કોંગ્રેસમાં ગયેલા પટેલ આગેવાન વિઠ્ઠલ રાદડિયા અને કોળી નેતા તરીકે પ્રભાવી લેખાતા રાજ્ય કક્ષાના પ્રધાન પરસોત્તમ સોલંકી નાદુરસ્ત તબિયતને કારણે આગામી લોકસભા ચૂંટણીમાં કેટલા પ્રભાવી રહી શકે એ પ્રશ્ન છે.બંનેના રાજકીય ગુરુ શંકરસિંહ વાઘેલા તો અત્યારે પ્રભાવહીન છે. હવે નિયમાનુસાર, માત્ર ચાર કે પાંચ જ પ્રધાનો રૂપાણી સરકારમાં સામેલ કરી શકાય તેમ છે. એટલે હવે જે અસંતોષ વ્યક્ત કરે એમની ફાઈલો આગળ ધરાય અને અસંતોષનું મારણ થાય,એવાં આયોજનો પણ થઇ ચૂક્યાં છે.સત્તાધીશો સુપેરે જાણે છે કે દિલ્હીથી લઈને ગાંધીનગર સુધી સત્તા હોવાને કારણે પક્ષના અસંતુષ્ઠોને રાજી કરવા અને દંડો દેખાડવાની જોગવાઈ છે જ.આવતા વર્ષ દરમિયાન ગુજરાતમાં  આયારામ-ગયારામ રસપ્રદ બની રહેશે.
ઈ-મેઈલ : haridesai@gmail.com           (HD-Bavaliya 05072018)