હિંદુ મહાસભા અને
મુસ્લિમ લીગ વચ્ચે જુગજુગના પ્રેમ
ડૉ.હરિ દેસાઈની લંડનથી પ્રકાશિત થતા “ગુજરાત સમાચાર”માં સાપ્તાહિક કટાર “ઈતિહાસનાં નીરક્ષીર”
૩૦ સપ્ટેમ્બર ૨૦૧૭
સત્તાની મોહિની ભલભલાને પીગળાવી દે છે. સત્તારૂપી મેનકા વિશ્વામિત્ર જેવા ઋષિનું તપ પણ ભંગ કરાવવા સક્ષમ હોય પછી રાજકીય નેતાઓનાં સત્તાપિપાસુ કજોડાં કેવાં થાય એ જમ્મુ-કાશ્મીરમાં ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જેવા પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) અને ભારતીય જનતા પાર્ટી (ભાજપા)નાં કજોડાં સરકારમાં જ જોવા મળે છે એવું નથી, એ પહેલાં પણ અનેકવાર આઝાદી પૂર્વે અને આઝાદી પછી પણ ભારતમાં ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જેવા રાજકીય પક્ષોએ મળીને સત્તાસુંદરીનાં સહશયન કરવામાં કોઈ છોછ અનુભવ્યો નથી. તાજેતરમાં તો કેન્દ્રમાં ગૃહ પ્રધાન રહેલા મુફ્તી મહંમદ સઈદની પીડીપી અને ભાજપી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જોડાણને શક્ય બનાવવા માટે છેક જનસંઘ વખતથી જે રાગ આલાપાતો રહ્યો હતો એ ૩૭૦ની કલમને રદ કરવાની વાતને બાજુએ સારીને ભાજપને સત્તારોહણ કરવાનું ઠીક લાગ્યું. ચૂંટણીપ્રચારમાં ડાયનેસ્ટી રૂલનો ખૂબ વિરોધ કર્યો હતો, પણ સરકારની રચના કરતી વેળા એ ભૂલાયું એટલું જ નહીં, મુફ્તીના નિધન પછી એમનાં શાહજાદી મહેબૂબા મુફ્તીને મુખ્ય પ્રધાન પણ બનાવાયાં. સત્તાપ્રાપ્તિ કાજે સિદ્ધાંતોનાં નવાં વિશ્લેષણો કરી શકાતાં હોય છે.
પંજાબમાં દસ વર્ષ પછી ભાજપી-અકાલી દળની યુતિને પરાજિત કરીને કોંગ્રેસ સત્તામાં આવી ત્યાં લગી ખાલિસ્તાનવાદી જરનેલસિંહ ભિંડરાવાલેના મુદ્દે અકાલી દળ અને ભાજપ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હતા છતાં સત્તામોહિની કળા કરી ગઈ હતી. હજુ કેન્દ્રમાં તો અકાલી દળ પાછા ભાજપ સાથે છે. અકાલી ભિંડરાવાલેને ‘શહીદ’ માને છે, ‘સંત’ માને છે અને ભાજપ એને ‘ત્રાસવાદી’ ગણાવે છે, છતાં બેઉની ભેગી સરકાર નિર્વિઘ્ને ચાલે જ છે. આઝાદી પૂર્વે અને પછી પણ આવાં વિરોધાભાસી વ્યક્તિત્વ ધરાવતાં રાજકીય ગઠબંધન અનેક ઠેકાણે જોવા મળ્યાં છે.
ઝીણાની મુસ્લિમ લીગ અને સાવરકરની હિંદુ મહાસભા
મુસ્લિમો હિંદુઓ સાથે રહી જ ના શકે માટે મુસ્લિમો માટે અલગ રાષ્ટ્રની ૨૩ માર્ચ ૧૯૪૦ના લાહોરના મુસ્લિમ લીગના અધિવેશનમાં માગણી કરનાર કાયદેઆઝમ મોહમ્મદ અલી ઝીણાની પાર્ટી હિંદુ મહાસભાના સ્વાતંત્ર્યવીર સાવરકર જેવાની આભડછેટ રાખે એવી સહજ અપેક્ષા થાય. વાસ્તવિક્તા જુદી છે. ઈતિહાસ ભૂંડો છે. દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતને નામે ઝીણા મુસ્લિમોના અલગ દેશ પાકિસ્તાન માંગવામાં સફળ રહ્યા એવું જ કાંઈક હિંદુ મહાસભાનું કહી શકાય.
૧૯૪૦માં ઝીણાના મુસ્લિમ લીગના ફઝલુલ હક નામના બંગાળના પ્રીમિયરે રજૂ કરેલા પાકિસ્તાનના ઠરાવને સાવરકર અને હિંદુ મહાસભાએ ખૂબ ભાંડ્યો, પણ સ્વયં બેરિસ્ટર સાવરકરની અધ્યક્ષતામાં ૧૯૩૭માં અમદાવાદ ખાતે મળેલા હિંદુ મહાસભાના અધ્યક્ષસ્થાનેથી કરાયેલા વ્યાખ્યાનમાં સાવરકરે પણ હિંદુ અને મુસ્લિમ બે અલગ રાષ્ટ્ર હોવાની વાત કહીને ભાગલાને જ આગોતરી સ્વીકૃતિ આપી જ દીધી હતી. હિમાની સાવરકરે સંપાદિત કરેલા ‘સાવરકર સમગ્ર’ના દસ ગ્રંથમાં આ ભાષણનો ય સમાવેશ છે. જોકે, એનાથી પણ આગળ વધીને કહી શકાય કે જે ફઝલુલ હકે પાકિસ્તાનનો ઠરાવ રજૂ કર્યો, એમની ૧૯૪૧-૪૨ની બંગાળ સરકારમાં હિંદુ મહાસભાના કાર્યકારી અધ્યક્ષ ડો. શ્યામા પ્રસાદ મુકરજી પોતે સાવરકરની સંમતિથી નાણાં પ્રધાન હતા એટલું જ નહીં, સાવરકર-મુકરજી અને હક તથા ઝીણા કોંગ્રેસની ઓગસ્ટ ૧૯૪૨ની ક્વિટ ઈન્ડિયા ચળવળની વિરુદ્ધ પણ હતા!

ત્રણ પ્રાંતોમાં લીગ-સભાની સરકારો
પ્રજાની દૃષ્ટિએ એકમેકની સામે લડતા-ઝઘડતા રાજનેતાઓ અંદરખાને સમજૂતીઓ સાધવા માટે જાણીતા હોય છે. જોકે, મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાએ તો આવી કોઈ આમન્યા રાખ્યા વિના ત્રણ ત્રણ પ્રાંતોમાં એકમેકની સાથે ઘર માંડવાનું ખુલ્લંખુલ્લા પસંદ કરીને અંગ્રેજ સરકાર માઈબાપની અનુકૂળતા પ્રમાણે વર્તવાનું પસંદ કર્યું હતું. કોંગ્રેસવાળા નેતાઓ જેલવાસ ભોગવતા હતા ત્યારે મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાવાળા ‘આવ ભાઈ હરખા આપણે બેઉ સરખા’ના ન્યાયે એકમેકને ગળે મળીને બંગાળ, સિંધ અને વાયવ્ય પ્રાંતમાં પ્રાંતિક સરકારો ચલાવતા હતા એટલું જ નહીં, ઝીણા અને સાવરકર પંજાબ પ્રાંતમાં પણ સત્તાનાં સહશયન કરવા માટે થનગનતા હતા.
વાત એટલે અટકી હોત તો સારું. સિંધ પ્રાંતમાં તો ૧૯૪૩ના માર્ચ મહિનામાં ધારાસભાએ જ્યારે ૨૪ વિરુદ્ધ ૩થી પાકિસ્તાનનો ઠરાવ પસાર કર્યો ત્યારે પણ ત્યાં મુસ્લિમ લીગના વડપણવાળી હિંદુ મહાસભા સાથેની સરકાર હતી! હિંદુ સભ્યો સભાત્યાગ કરી ગયા અને ત્રણ હિંદુ પ્રધાનોએ ઠરાવની વિરુદ્ધમાં મત આપ્યો, પણ એમણે પાકિસ્તાન ઠરાવ મંજૂર થયા પછી પણ સરકારમાં ચાલુ રહેવાનું પસંદ કર્યું હતું. ૧૯૬૭ના ગાળામાં કેટલાંક રાજ્યોમાં કોંગ્રેસ છોડી આવેલાઓ સાથે જનસંઘ, સમાજવાદી અને કોમ્યુનિસ્ટોએ પ્રધાનપદાં ભોગવતી સંવિદ સરકારો બનાવી હતી.

(વધુ વિગતો માટે વાંચો Asian Voice અંક ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૭ અથવા ક્લિક કરો વેબ લિંકઃ http://bit.ly/2wOw4jP)
No comments:
Post a Comment