પતિ ફિરોઝ ગાંધીને
ફાસિસ્ટ લાગ્યાં હતાં ઈંદિરા
·
ઈંદિરા માર્ચ
૧૯૪૨માં અલ્લાહાબાદના આનંદ ભવનમાં પિતા નેહરુ સહિતનાની સાક્ષીએ હિંદુ વિધિથી
પારસી-જરથોસ્ત્ર ફિરોઝ ગાંધી સાથે લગ્નસંબંધે જોડાયાં. બે મહિના હનીમૂન માટે
કાશ્મીર ગયાં અને પાછાં ફર્યાં ત્યારે ગાંધીજીએ જગાવેલી ‘ક્વિટ ઈન્ડિયા’ની આહલેકમાં ઑગસ્ટ ૧૯૪૨માં જેલવાસી થયાં.
·
ભારતીય વડા
પ્રધાનોમાં શ્રેષ્ઠ કોણ એવો પ્રશ્ન ‘વૉક ધ ટૉક’ ઈન્ટરવ્યુ કરતા શેખર ગુપ્તાએ રાષ્ટ્રીય સ્વયંસેવક
સંઘ (આરએસએસ)ના વડા (સરસંઘચાલક) કુપ્પહલ્લી સીતારામૈયા સુદર્શનને પૂછ્યો તો તેમનો
સીધો જ ઉત્તર હતોઃ ‘ઈંદિરા ગાંધી’.
·
પુપુલ જયકર જેવાં અંગત સખી સમક્ષ શ્રીમતી ગાંધીએ
વ્યથા ઠાલવી પણ ખરી કે હું હવે ફિરોઝને છૂટાછેડા આપવાની છું, પણ એટલામાં જ
બીજી વારના હૃદયરોગના હુમલામાં ફિરોઝનું દિલ્હીની હૉસ્પિટલમાં મૃત્યુ થયું.
·
જોકે, શ્રીમતી ગાંધીના ફાસિસ્ટ તરીકેના સ્વરૂપને
છેક ૧૯૫૯માં એમણે કેરળની ચૂંટાયેલી સામ્યવાદી સરકારને જિદે ચડીને બરખાસ્ત કરાવી.
ત્યારે એમના પતિ અને કોંગ્રેસના સાંસદ ફિરોઝ ગાંધીએ નિહાળ્યું હતું. બેઉ વચ્ચે એ
મુદ્દે સંબંધો ઓર વણસ્યા હતા
લંડનથી પ્રકાશિત
થતા “ગુજરાત સમાચાર”માં ડૉ.હરિ દેસાઈની સાપ્તાહિક કટાર “ઈતિહાસનાં નીરક્ષીર” ૨૬ ઑગસ્ટ
૨૦૧૭ વેબ લિંક : http://bit.ly/2w3ffhl
No comments:
Post a Comment